Monday, September 10, 2012

રક્ષાબંધન - શ્રી ગોખલાણા પ્રા. શાળા

તા.૧/૮/૧૨
બુધવાર

આજરોજ તા.૧/૮/૧૨ ના રોજ અમારી શાળા શ્રી ગોખલાણા પ્રા. શાળામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઊજવણી ખુબ જ ઉમંગ તેમજ ઉત્સાહથી કરવામાં આવી. તમામ બાળકો શાળાએ નવા કપડાંને આવ્યાં.   
સૌપ્રથમ શાળાની બાળાઓએ દરેક વિદ્યાર્થીને અક્ષત તથા કુમકુમનો ચાંદલો કર્યો. ત્યારબાદ રક્ષારૂપી રાખડી બાંધી. દરેક ભાઇએ પોતાને રાખડી બાંધનાર બહેનને પોતાનાથી યથાયોગ્ય વસ્તુ ભેટ રૂપે આપી. શાળાના તમામ બાળકોના મોં મીઠાં કરાવવામાં આવ્યાં. આ યાદગાર ક્ષણોને તસ્વીરોમાં કેદ પણ કરવામાં આવી.
        આમ, અમે અમારી શાળામાં રક્ષાબંધનપર્વ ની ઉજવણી ખુબ જ ઉલ્લાસમય રીતે થઇ.
                                                 હેમેન્દ્રભાઇ પટેલ
                                                 આ.શિ., ગોખલાણા પ્રા. શાળા






Tuesday, July 31, 2012

જન્મદિવસ ઉજવણી (કલ્પના ચાવલા) - શ્રી પોલારપર પ્રા. શાળા

તા.૩૦/૬/૧૨
શનિવાર

        આજરોજ તા.૩૦/૬/૧૨ ના રોજ અમારી શાળા શ્રી પોલારપર પ્રા. શાળામાં સ્વ.શ્રી કલ્પના ચાવલાના જન્મદિવસની ઉજવણી ધામધુમથી કરવામાં આવી.
        ભારતને સમગ્ર વિશ્વમાં અવકાશીય ક્ષેત્રે ખ્યાતિ અપાવનાર સ્વ.શ્રી કલ્પના ચાવલા, જે હાલ આપણી વચ્ચે નથી તેઓનો જન્મદિવસ તા.૧/૭/૧૨ ના રોજ હોય શાળામાં રવીવારની રજા હોય આજે તેઓના જન્મદિવસની ઉજવણી આજે તા.૩૦/૬/૧૨ ના રોજ કરવામાં આવી.
        આજની પ્રાર્થનામાં શાળાના ધો.૮ ના વિદ્યાર્થી દ્વારા કલ્પના ચાવલાના બાળપણ, શિક્ષણ, અવકાશયાત્રી તરીકેની સિદ્ધીઓ તેમજ એક અવકાશયાત્રી તરીકે કરવની થતી કામગીરીની માહિતી તમામ વિદ્યાર્થીઓને આપી હતી. ત્યારબાદ જન્મદિવસની ઉજવણી આધુનીક ઢબે કેક કાપીને કરી. તમામ વિદ્યાર્થીઓએ કેક પ્રથમ વખત જ આરોગી હતી જેની ખુશી તેઓના ચહેરા ઉપર ખાસ ચમકતી હતી. બાળકોને નવું નવું જાણવાની સાથે નવો સ્વાદ પણ માણવા મળ્યો જેથી સમગ્ર શિક્ષકમિત્રોને પણ ખુબ આનંદ થયો.

અશોકભાઇ ચાવડા
આ.શિ., પોલારપર પ્રા. શાળા

પ્રવેશોત્સવ 2012 - શ્રી પોલારપર પ્રા. શાળા

૧૪/૬/૧૨
શુક્રવાર
કોઇ ગાંઘી, કોઇ જવાહર, કોઇક થશે સરદાર
કોઇ થશે ઝાંસીની રાણી, આ પ્રવેશ પામતાં બાળકો
        અમારી શાળા પોલારપર પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૧૨ ની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી બી.એમ.મુંઘવા સાહેબ તથા ગામના સરપંચ શ્રી ભોળાભાઇ ખસિયાના હસ્તે દિપ પ્રગટાવીને કરવામાં આવી. કાર્યક્રમને આગળ ઘપાવતાં મહેમાનોનું સ્વાગત પુસ્તકોથી કરવામાં આવ્યું.
        શાળાની બાળાઓએ રૂમ ઝુમ રૂમ ઝુમ બાજે ઘુંઘરૂં સ્વાગત ગીત રજૂ કર્યું. તેમજ કોક વાર આવજો આવાસ રે રાસ શાળાની બાળાઓએ રજૂ કર્યોં. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહેમાનોએ ઘો.૧ ના બાળકોને કીટ આપીને તેમને પ્રવેશ આપ્યો. બાળકોને શાળાની બાળાઓ દ્વારા પ્રવેશ પામતાં બાળકોને કુમકુમ તિલક કરવામા. મહાનુભાવોના હસ્તે ઘો.૧ તેમજ ઘો.૮ માં વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યાં તેમજ અન્ય ઇનામો તેમજ શિષ્યવૃતિનું વિતરણ કરવામાં આવ્યું.
        માનનીય અતિથિ શ્રી મુંઘવા સાહેબે પ્રસંગને અનુરૂપ બાળકોને ભણાવવાના પક્ષમાં વાલીઓને મીઠી ટકોર કરી તેમજ ત્યારબાદ શાળાના આચાર્યશ્રી સંજયભાઇ મકવાણાએ આભારવિઘિ કરી. આજરોજ અમારી શાળાના ઘો.૮ ના વર્ગનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું. આમ, આજનો દિવસ પ્રવેશ પામતાં બાળકો માટે નવીનતાસભર બની રહ્યો.

સંજયભાઇ મકવાણા
આચાર્ય, પોલારપર પ્રા. શાળા

પ્રવેશોત્સવ 2012 - શ્રી કોઠી કુમાર પ્રા. શાળા

તા.૧૫/૬/૧૨
શુક્રવાર
        આજરોજ અમારી શાળામાં કોઠી કુમાર તેમજ કોઠી કન્યા શાળાનો સંયુકત પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની પૂર્વતૈયારી રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
        પ્રવેશોત્સવમાં મુખ્ય અતિથિ શ્રી બુદ્ધદેવ સાહેબનું સ્વાગત બાળાઓ દ્વારા કરવામાં આવ્યું. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ધો.૧ માં પ્રવેશ પામતાં બાળકોને કીટ આપવામાં આવી. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્ર્મો રજુ કરવામાં આવેલ હતાં. ઘો.૩ થી ૭ માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને ઇનામો પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યાં. વર્ષ દરમિયાન વઘુ હાજર રહેલા વિદ્યાર્થીઓ, આજનું ગુલાબ બનેલા વિદ્યાર્થીઓ, વિકલાંગ વિદ્યાર્થીઓ, તેમજ N.M.M.S. પરીક્ષામાં મેરીટ મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યાં.
        કાર્યક્રમના અંતમાં કુમાર શાળાના આચાર્યશ્રી દ્વારા આભારવિઘિ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી.  આ પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો.

માણસુરભાઇ સોરાણી
આચાર્ય, કોઠી કુમાર પ્રા. શાળા

Wednesday, June 20, 2012

સેતુ - A Mission


સેતુ

        ‘સેતુ’ શબ્દને આપણાં કલસ્ટર સાથે જોડી એક નવું પગલું માંડીએ છીએ, ત્યારે ‘સેતુ’ શબ્દ પ્રયોજવાનું કારણ શું ? આવો જાણીએ...
        
‘સેતુ’ શબ્દનો સામાન્ય અર્થ ‘પુલ’ એવો થાય છે, કે જે જમીનથી ઉપર ઉઠી બે છેડા અથવા તો કિનારાને એકબીજાથી જોડે છે. એક માઘ્યમ બની પોતે અવર જવર શકય બનાવે છે. પરંતુ મારા માટે ‘સેતુ’ શબ્દનો અર્થ સામાન્ય નહીં પરંતુ બૃહદ છે. ‘સેતુ’ એટલે ‘પરસ્પરનું જોડાણ’, કે જે એક બાળકને બીજા બાળક સાથે જોડે, એક શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓ સાથે જોડે, એક શાળાને બીજી શાળા સાથે જોડે અને એથી પણ વિશેષ આપણાં કલસ્ટરને સમગ્ર વિશ્વ સાથે જોડે. આ બ્લોગનો મુખ્ય ઉદેશ્ય તમામને એક ૫રિવારના રુપમાં જોડી શિક્ષણનું કાર્ય થાય એ જ છે.

આ ઉ૫રાંત...
ü શાળાઓની વિશિષ્ટ સિદ્ઘીને સમાજ સમક્ષ રજુ કરવી.
ü કલસ્ટરની તમામ શાળાઓમાં ચાલતાં કાર્યક્રમોની ઝાંખી કરાવવી.
ü શિક્ષણકાર્યમાં ઉપયોગી બને તેવું સાહિત્ય (સોફટકોપી) પુરું પાડવા પ્રયત્નો કરવા.
ü વિવિધ લેખો દ્વારા શિક્ષકોને પોતાનાં વિચારો રજુ કરવા માટે એક પ્લેટફોર્મ ઉભું કરવું.

ઉપરોકત તમામ ઘ્યેયો સિદ્ઘ કરવા ‘સેતુ’ શબ્દના તાંતણે ગુંથાઇ કલસ્ટરની તમામ શાળાઓના શિક્ષકમિત્રો પરિવારની લાગણી સાથે કાર્ય કરી એક સુંદર દ્રષ્ટાંત પુરું પાડે એ જ અભ્યર્થના સહ...

વિજય દેસાણી,
સી.આર.સી.કો.ઓર્ડિનેટર,
સેતુ સી.આર.સી. જસદણ


Tuesday, June 19, 2012

Contact Us



Postal Address:    Setu CRC –Jasdan
                              C/o. Jasdan Kanya Taluka Shala,
Nr. Old bus stand, Jasdan
          Pin : 360050
E-Mail         : crc.rjt.jasdan.jasdankanya@gmail.com
Twitter        : www.twitter.com/SetuCRCJasdan

Monday, June 11, 2012

About Us


RTE – 2009 અંતર્ગતની જોગવાઇ અનુસાર જસદણ તાલુકાની ૧૬(સોળ) સી.આર.સી.ઓનું વિભાજન કુલ રપ(૫ચ્ચીસ) સી.આર.સી.ઓમાં કરવામાં આવ્યું. જે મુજબ શ્રી જસદણ કન્યા તાલુકા શાળા સી.આર.સી.નું એક અલગ અસ્તિત્વ ઉભું થયું.

શ્રી જસદણ કન્યા તાલુકા શાળા સી.આર.સી.માં પ્રથમ સી.આર.સી.કો. ઓર્ડિનેટર તરીકે શ્રી વિજયભાઇ દેસાણીની નિમણુંક થયેલ છે. જેઓ ૧૭ જાન્યુઆરી, ર૦૧ર થી સી.આર.સી.કો.ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે. આ સી.આર.સી.માં કુલ ૬(છ) શાળાઓનો સમાવેશ થાય છે. જે શાળાઓની આછેરી ઝલક મેળવીએ.