Tuesday, July 31, 2012

જન્મદિવસ ઉજવણી (કલ્પના ચાવલા) - શ્રી પોલારપર પ્રા. શાળા

તા.૩૦/૬/૧૨
શનિવાર

        આજરોજ તા.૩૦/૬/૧૨ ના રોજ અમારી શાળા શ્રી પોલારપર પ્રા. શાળામાં સ્વ.શ્રી કલ્પના ચાવલાના જન્મદિવસની ઉજવણી ધામધુમથી કરવામાં આવી.
        ભારતને સમગ્ર વિશ્વમાં અવકાશીય ક્ષેત્રે ખ્યાતિ અપાવનાર સ્વ.શ્રી કલ્પના ચાવલા, જે હાલ આપણી વચ્ચે નથી તેઓનો જન્મદિવસ તા.૧/૭/૧૨ ના રોજ હોય શાળામાં રવીવારની રજા હોય આજે તેઓના જન્મદિવસની ઉજવણી આજે તા.૩૦/૬/૧૨ ના રોજ કરવામાં આવી.
        આજની પ્રાર્થનામાં શાળાના ધો.૮ ના વિદ્યાર્થી દ્વારા કલ્પના ચાવલાના બાળપણ, શિક્ષણ, અવકાશયાત્રી તરીકેની સિદ્ધીઓ તેમજ એક અવકાશયાત્રી તરીકે કરવની થતી કામગીરીની માહિતી તમામ વિદ્યાર્થીઓને આપી હતી. ત્યારબાદ જન્મદિવસની ઉજવણી આધુનીક ઢબે કેક કાપીને કરી. તમામ વિદ્યાર્થીઓએ કેક પ્રથમ વખત જ આરોગી હતી જેની ખુશી તેઓના ચહેરા ઉપર ખાસ ચમકતી હતી. બાળકોને નવું નવું જાણવાની સાથે નવો સ્વાદ પણ માણવા મળ્યો જેથી સમગ્ર શિક્ષકમિત્રોને પણ ખુબ આનંદ થયો.

અશોકભાઇ ચાવડા
આ.શિ., પોલારપર પ્રા. શાળા

પ્રવેશોત્સવ 2012 - શ્રી પોલારપર પ્રા. શાળા

૧૪/૬/૧૨
શુક્રવાર
કોઇ ગાંઘી, કોઇ જવાહર, કોઇક થશે સરદાર
કોઇ થશે ઝાંસીની રાણી, આ પ્રવેશ પામતાં બાળકો
        અમારી શાળા પોલારપર પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૧૨ ની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી બી.એમ.મુંઘવા સાહેબ તથા ગામના સરપંચ શ્રી ભોળાભાઇ ખસિયાના હસ્તે દિપ પ્રગટાવીને કરવામાં આવી. કાર્યક્રમને આગળ ઘપાવતાં મહેમાનોનું સ્વાગત પુસ્તકોથી કરવામાં આવ્યું.
        શાળાની બાળાઓએ રૂમ ઝુમ રૂમ ઝુમ બાજે ઘુંઘરૂં સ્વાગત ગીત રજૂ કર્યું. તેમજ કોક વાર આવજો આવાસ રે રાસ શાળાની બાળાઓએ રજૂ કર્યોં. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહેમાનોએ ઘો.૧ ના બાળકોને કીટ આપીને તેમને પ્રવેશ આપ્યો. બાળકોને શાળાની બાળાઓ દ્વારા પ્રવેશ પામતાં બાળકોને કુમકુમ તિલક કરવામા. મહાનુભાવોના હસ્તે ઘો.૧ તેમજ ઘો.૮ માં વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યાં તેમજ અન્ય ઇનામો તેમજ શિષ્યવૃતિનું વિતરણ કરવામાં આવ્યું.
        માનનીય અતિથિ શ્રી મુંઘવા સાહેબે પ્રસંગને અનુરૂપ બાળકોને ભણાવવાના પક્ષમાં વાલીઓને મીઠી ટકોર કરી તેમજ ત્યારબાદ શાળાના આચાર્યશ્રી સંજયભાઇ મકવાણાએ આભારવિઘિ કરી. આજરોજ અમારી શાળાના ઘો.૮ ના વર્ગનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું. આમ, આજનો દિવસ પ્રવેશ પામતાં બાળકો માટે નવીનતાસભર બની રહ્યો.

સંજયભાઇ મકવાણા
આચાર્ય, પોલારપર પ્રા. શાળા

પ્રવેશોત્સવ 2012 - શ્રી કોઠી કુમાર પ્રા. શાળા

તા.૧૫/૬/૧૨
શુક્રવાર
        આજરોજ અમારી શાળામાં કોઠી કુમાર તેમજ કોઠી કન્યા શાળાનો સંયુકત પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની પૂર્વતૈયારી રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
        પ્રવેશોત્સવમાં મુખ્ય અતિથિ શ્રી બુદ્ધદેવ સાહેબનું સ્વાગત બાળાઓ દ્વારા કરવામાં આવ્યું. મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું. ધો.૧ માં પ્રવેશ પામતાં બાળકોને કીટ આપવામાં આવી. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્ર્મો રજુ કરવામાં આવેલ હતાં. ઘો.૩ થી ૭ માં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને ઇનામો પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યાં. વર્ષ દરમિયાન વઘુ હાજર રહેલા વિદ્યાર્થીઓ, આજનું ગુલાબ બનેલા વિદ્યાર્થીઓ, વિકલાંગ વિદ્યાર્થીઓ, તેમજ N.M.M.S. પરીક્ષામાં મેરીટ મેળવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યાં.
        કાર્યક્રમના અંતમાં કુમાર શાળાના આચાર્યશ્રી દ્વારા આભારવિઘિ કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી.  આ પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો.

માણસુરભાઇ સોરાણી
આચાર્ય, કોઠી કુમાર પ્રા. શાળા