Wednesday, June 20, 2012

સેતુ - A Mission


સેતુ

        ‘સેતુ’ શબ્દને આપણાં કલસ્ટર સાથે જોડી એક નવું પગલું માંડીએ છીએ, ત્યારે ‘સેતુ’ શબ્દ પ્રયોજવાનું કારણ શું ? આવો જાણીએ...
        
‘સેતુ’ શબ્દનો સામાન્ય અર્થ ‘પુલ’ એવો થાય છે, કે જે જમીનથી ઉપર ઉઠી બે છેડા અથવા તો કિનારાને એકબીજાથી જોડે છે. એક માઘ્યમ બની પોતે અવર જવર શકય બનાવે છે. પરંતુ મારા માટે ‘સેતુ’ શબ્દનો અર્થ સામાન્ય નહીં પરંતુ બૃહદ છે. ‘સેતુ’ એટલે ‘પરસ્પરનું જોડાણ’, કે જે એક બાળકને બીજા બાળક સાથે જોડે, એક શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓ સાથે જોડે, એક શાળાને બીજી શાળા સાથે જોડે અને એથી પણ વિશેષ આપણાં કલસ્ટરને સમગ્ર વિશ્વ સાથે જોડે. આ બ્લોગનો મુખ્ય ઉદેશ્ય તમામને એક ૫રિવારના રુપમાં જોડી શિક્ષણનું કાર્ય થાય એ જ છે.

આ ઉ૫રાંત...
ü શાળાઓની વિશિષ્ટ સિદ્ઘીને સમાજ સમક્ષ રજુ કરવી.
ü કલસ્ટરની તમામ શાળાઓમાં ચાલતાં કાર્યક્રમોની ઝાંખી કરાવવી.
ü શિક્ષણકાર્યમાં ઉપયોગી બને તેવું સાહિત્ય (સોફટકોપી) પુરું પાડવા પ્રયત્નો કરવા.
ü વિવિધ લેખો દ્વારા શિક્ષકોને પોતાનાં વિચારો રજુ કરવા માટે એક પ્લેટફોર્મ ઉભું કરવું.

ઉપરોકત તમામ ઘ્યેયો સિદ્ઘ કરવા ‘સેતુ’ શબ્દના તાંતણે ગુંથાઇ કલસ્ટરની તમામ શાળાઓના શિક્ષકમિત્રો પરિવારની લાગણી સાથે કાર્ય કરી એક સુંદર દ્રષ્ટાંત પુરું પાડે એ જ અભ્યર્થના સહ...

વિજય દેસાણી,
સી.આર.સી.કો.ઓર્ડિનેટર,
સેતુ સી.આર.સી. જસદણ


Tuesday, June 19, 2012

Contact Us



Postal Address:    Setu CRC –Jasdan
                              C/o. Jasdan Kanya Taluka Shala,
Nr. Old bus stand, Jasdan
          Pin : 360050
E-Mail         : crc.rjt.jasdan.jasdankanya@gmail.com
Twitter        : www.twitter.com/SetuCRCJasdan

Monday, June 11, 2012

About Us


RTE – 2009 અંતર્ગતની જોગવાઇ અનુસાર જસદણ તાલુકાની ૧૬(સોળ) સી.આર.સી.ઓનું વિભાજન કુલ રપ(૫ચ્ચીસ) સી.આર.સી.ઓમાં કરવામાં આવ્યું. જે મુજબ શ્રી જસદણ કન્યા તાલુકા શાળા સી.આર.સી.નું એક અલગ અસ્તિત્વ ઉભું થયું.

શ્રી જસદણ કન્યા તાલુકા શાળા સી.આર.સી.માં પ્રથમ સી.આર.સી.કો. ઓર્ડિનેટર તરીકે શ્રી વિજયભાઇ દેસાણીની નિમણુંક થયેલ છે. જેઓ ૧૭ જાન્યુઆરી, ર૦૧ર થી સી.આર.સી.કો.ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે. આ સી.આર.સી.માં કુલ ૬(છ) શાળાઓનો સમાવેશ થાય છે. જે શાળાઓની આછેરી ઝલક મેળવીએ.