Tuesday, July 31, 2012

પ્રવેશોત્સવ 2012 - શ્રી પોલારપર પ્રા. શાળા

૧૪/૬/૧૨
શુક્રવાર
કોઇ ગાંઘી, કોઇ જવાહર, કોઇક થશે સરદાર
કોઇ થશે ઝાંસીની રાણી, આ પ્રવેશ પામતાં બાળકો
        અમારી શાળા પોલારપર પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ ૨૦૧૨ ની ઉજવણી કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી બી.એમ.મુંઘવા સાહેબ તથા ગામના સરપંચ શ્રી ભોળાભાઇ ખસિયાના હસ્તે દિપ પ્રગટાવીને કરવામાં આવી. કાર્યક્રમને આગળ ઘપાવતાં મહેમાનોનું સ્વાગત પુસ્તકોથી કરવામાં આવ્યું.
        શાળાની બાળાઓએ રૂમ ઝુમ રૂમ ઝુમ બાજે ઘુંઘરૂં સ્વાગત ગીત રજૂ કર્યું. તેમજ કોક વાર આવજો આવાસ રે રાસ શાળાની બાળાઓએ રજૂ કર્યોં. સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મહેમાનોએ ઘો.૧ ના બાળકોને કીટ આપીને તેમને પ્રવેશ આપ્યો. બાળકોને શાળાની બાળાઓ દ્વારા પ્રવેશ પામતાં બાળકોને કુમકુમ તિલક કરવામા. મહાનુભાવોના હસ્તે ઘો.૧ તેમજ ઘો.૮ માં વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યાં તેમજ અન્ય ઇનામો તેમજ શિષ્યવૃતિનું વિતરણ કરવામાં આવ્યું.
        માનનીય અતિથિ શ્રી મુંઘવા સાહેબે પ્રસંગને અનુરૂપ બાળકોને ભણાવવાના પક્ષમાં વાલીઓને મીઠી ટકોર કરી તેમજ ત્યારબાદ શાળાના આચાર્યશ્રી સંજયભાઇ મકવાણાએ આભારવિઘિ કરી. આજરોજ અમારી શાળાના ઘો.૮ ના વર્ગનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું. આમ, આજનો દિવસ પ્રવેશ પામતાં બાળકો માટે નવીનતાસભર બની રહ્યો.

સંજયભાઇ મકવાણા
આચાર્ય, પોલારપર પ્રા. શાળા

0 comments:

Post a Comment